“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?

જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા મેળવી શકાય છે. બે ફૂટ પહોળા અને 3 ઇંચ ઉંચા બેડ બનાવી ઉપર ત્રણ ચાસે ડુંગળી, લસણ, મૂળા, બીટ અને ગાજરનું વાવેતર કરી, બેડ પર ટપક પધ્ધતિની એક લેટરલ લંબાવી પિયત આપ્યું. વિકાસ ખૂબ સારો થયો.. મૂળા, બીટ અને ગાજર તો જામો લઈ ગયા. ડુંગળીના પાનનો રંગ જોયો હોય તો કાળો ભમ્મર, અને ડુંગળીના દડા તો ફુલીને જમીન બહાર દેખાઇ ગયા !

Share this post: