ફળમાખી ઠંડી સિવાય આખું વર્ષ ઉપદ્રવ કરે છે

કેટલાક વેલાવાળા શાકભાજી અને ફળ પાકોમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળે છે. સામાન્ય રીતે આ જીવાત ગરમ વાતાવરણમાં વધુ સક્રિય હોય છે અને શિયાળાની ઋતુમાં નિષ્ક્રીય થઈ જાય છે.બેકટ્રોસેરા ઝેનાટા જાતિની ફળમાખીનો ઉપદ્રવ તીવ્ર ઠંડી સિવાય (જાન્યુઆરી-ફેબ્રુઆરી) સમગ્ર વર્ષ દરમ્યાન જોવા મળે છે. આંબા અને જામફળના પાકમાં નુકસાન કરતી બેક્ટ્રોસેરા ડોર્સાલીસ જાતિની ફળમાખી મે માસમાં વધુ સક્રિય હોય છે. જ્યારે વેલાવાળા શાકભાજીમાં નુકસાન કરતી ફળ માખી (બેક્ટ્રોસેરા કુકુરબીટી) ગરમ વાતારવણમાં (માર્ચ-એપ્રિલ) વધુ સક્રિય હોય છે.

Tags

Share this post: