
ગરમીમાં જયારે 43-44 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમી પડે છે ત્યારે ઉનાળાની બપોર પશુ ,પક્ષી અને જાનવરો માટે અને ખાસ કરી ને ઝૂંપડામાં રહેતા ગરીબો માટે કેટલી દોહીલી હશે . અત્યારે મજૂરોની પણ વિકટ પરિસ્થિતિ છે એમાંય શહેર અને ગામડાના રોડનું ડામરનું કામ કરતા મજૂરોને જોઈએ ત્યારે આ ગ્લોબલ વોર્મિંગ કોને સીધું અસર કરે છે તે આપણને દેખાય છે .આપણી ખેતીમાં પણ અત્યારે જમીન વ્યવસ્થાપન અને ચોમાસા માટે ખેતર તૈયાર કરવાનો સમય છે ત્યારે મજૂરો માટે બહુ મોટી મુશ્કેલી જોવા મળી રહી છે.આટલી ગરમી પડે છે ત્યારે વરસાદ પણ વધુ આવશે તેવી વાત ઓટલેબેઠા થતી હોય છે ત્યારે આશા રાખીયે કે સમયે સમયે આપણા મોલને પિયત મળી રહે , નદી , નાળા છલકાય એટલો વરસાદ અનરાધાર પડે . તમે પાણી રોકવાનું કાર્ય તમારા ખેતરની આસપાસ કરી નાખ્યું કે નહિ ??



