બોલકી ધરતી – ૧ : બોલકી ધરતી આપણને શું કહે છે?

ધરતી એટલે આપણીમાં એટલે જ આપણે ધરતીને ધરતી માતા કહીને પોકારીયે છીએ. આપણે જાણીએ છીએ કે આપણી ખેતીની જમીન હજારો વર્ષો પછી બની છે. આપણા બાપદાદાઓ એ આ જમીનની કેળવી અને જમીનના પોતને જાળવી રાખવા આપણા પશુઓ ગાય અને બળદોએ આપણને મદદ કરી . ધરતીને આપણે ધરતી માતા કહીએ છીએ કારણ કે એ મનુષ્યને ધન-ધાન્ય –અન્ન આપે છે. છેલ્લા કેટલાક વર્ષો થી ધરતીની તબીયત સાવ નંખાઈ ગઈ કારણ આપણે કૃષિ વિજ્ઞાનીઓનું માન્યું નહિ આપણે રાસાયણીક ખાતરો અને જંતુનાશકોનો જરૂરિયાત કરતા અતિરેક કર્યો અને સેન્દ્રીય તત્વોના ઉમેરણ કરવાનું ભૂલી ગયા. બોલકી ધરતી આપણને શું કહે છે તે આવતા વખતે

Share this post: