બોલકી ધરતી – ૨ : બોલકી ધરતી આપણને કંઇક કહેવા માંગે છે. કાન દઈને સાંભળો….

ધરતીની તબીયત ફરી સુધારવી પડશે આ સુધારણા કેમ કરવી? તેની વાત આપણે ધરતી પાસેથી જ જાણીએ. બોલકી ધરતી આપને કંઇક કહેવા માંગે છે. બોલકી ધરતીને કાન દઈને સાંભળો….બોલકી ધરતી કહે છે કે મારી ફળદ્રુપતાનો લાભ તમે વર્ષો વર્ષથી લેતા આવ્યા છો. ધરતીમાં વાવેતર થતા બધા પાકોને હું રસ કશ થી પોષું છું . હું તમારા પાક આધાર છું . હું છોડને ટેકો આપું છું .હું છોડને પોષણ લેવામાં મદદ કરું છું .તમારા વિવિધ પોકોને હું મારામાં ફેલાયેલા મૂળ દ્વારા પોષણ આપુ છું. મારી તબિયત જેટલી સારી તેટલું ઉત્પાદન તમને વધુ મળે .મારી સોઈલ હેલ્થ જાળવી રાખવા તમારા બાપ-દાદાએ ખુબ જ મહેનત કરી હતી. મને સેન્દ્રીય તત્વો થી લબાલબ કરતા . તમે શું કરો છો ? બોલકી ધરતી આપણને વધુ શું કહે છે તે આવતા વખતે.