મરચીની ખેતીના વાવેતર માટે જાણવા જેવી આ વાતો ખાસ નોંધો.

આવતા વર્ષે એપ્રિલ ફૂલ ન બનવું હોય તો મરચીની ખેતીના વાવેતર માટે જાણવા જેવી વાત આજે નોંધો. આજે એક એવા ખેડૂતની વાત કરવાની છે જેના અતૂટ વિશ્વાસે એમની ખેતીમાં જીવન બદલી નાખ્યું, આપણે વાત કરીએ છીએ જુનાગઢ જિલ્લાના જામકા ગામના નાગભાઈ ધાધલની, નાગભાઈ પરંપરાગત ખેતી કરતા હતા. નાગભાઈ એ એગ્રોનોમીસ્ટ અનિલ વઘાસિયાના માર્ગદર્શનથી જુદી જુદી કંપનીના નવા હાઈબ્રીડ 108 મરચી બિયારણ 15/07/2023 ના રોજ ડાયરેક બીજથી વાવ્યા. વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરી અને મરચા તૈયાર થઈ ગયા અલગ અલગ સુકવ્યા, લાલ મરચાની 108 જાતોના ઢગલા થયા તેને દળવા નાગભાઈ મરચા પાવડર કરવાની ઘંટી લઈ આવ્યા અને ચટણીનું રીટેલ ચાલુ કર્યું અને મિત્રો નાગભાઈની કિસ્મત બદલાઈ ગઈ . નાગભાઈ દરરોજ ₹24,000 થી લઈ અને 60,000 સુધી ચટણીનું વેચાણ કરી રહ્યા છે. ખેડૂત જો સાહસ કરે તો અને પોતાની ખેત પેદાશનું મૂલ્ય વર્ધન કરીને ઉપભોક્તાને વેચે તો બંને ને સારો લાભ મળે છે . તમારે પાવડર મંગાવવો હોય અથવા તેની ખેતી વિષે જાણવું હોય તો નાગભાઈને ફોન કરો 99259 92874

Tags

Share this post: