
એક અળસિયું જમીનમાં હરે ફરે ત્યારે પોતાના જીવનકાળ દરમ્યાન કેટલા માઈલનો પ્રવેશ કરે તેનો વિચાર કરીએ. અળસિયાનું જીવન 4 થી 8 વર્ષનું હોય છે. અમુક અળશિયા 27 ફૂટ પ્રતિ કલાક જમીનમાં વહન કરે છે તો અમુક 240 ફૂટ પ્રતિ કલાક વહન કરે છે. આપણે ઝડપી અળશિયાની ગણતરી કરીએ તો 8 વર્ષના આયુષ્ય માં 365 દિવસ કામ કરતુ અળસિયું 240 ફૂટ પ્રતિ કલાકની ગતિએ 3185 માઈલ એટલે કે 5125 કિલોમીટરનો પ્રવાસ કરે ( કાશ્મીર થી કન્યાકુમારી નું અંતર કિલોમીટરમાં 3676 છે ) એટલે સમજો કે એક અળસિયું ખેતી માટે કેટલું બધું ઉપયોગી છે પણ તેને સેન્દ્રીય તત્વો જોઈએ છે એટલે જ પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી કરનારાની જમીનમાં અળસિયાનું પ્રમાણ વધુ હોય છે. આપણી જમીનમાં પહેલા અળસિયાનું પ્રમાણ ખુબ હતું તે ધીરે ધીરે ઓછું થતું ગયું કારણ કે આપણે જમીન જન્ય રોગો માટે ક્લોરોપાયરીફોસ જેવી દવોનો ઉપયોગ વધાર્યો , હવે આપણે બાયો પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો જોઈએ અને અળસિયાને બચાવવા જોઈએ .



