ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ?

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ

એ માટે સરક્ષણની નીતિ બદલી નાખીએ. “ભાળો અને ઠાર કરો” ને બદલે “થોભો અને રાહ જૂઓ”ની નીતિ અપનાવીએ. અને કુદરતને કામ કરવાનો ગાળો આપીએ. કેટલાક અહિંસક ઉપાયો આદરીએ, અને અન્ય જીવોની મદદ લઈએ.

દા.ત. [૧] બિયારણ જ એવું ખડતલ પસંદ કરીએ કે જે રોગ-જીવાતોને ગાંઠે નહિ.

[૨] છોડ-ઝાડને સ્વરક્ષણની ટેવ પાડીએ [૩] વધારે પડતો નાઈટ્રોજન ન આપીએ.

[4] પાકની ફેરબદલી અને મિશ્રપાક પદ્ધતિ અપનાવીએ

[૫] પાકના મિત્ર કિટકો અને પક્ષીઓની સંખ્યા વધે એ માટે જીવંત વાડ ઉભી કરીએ.

[૬] પાકોમાં મકાઈ-જુવારનાં છોડની રોપણી કરીએ.

[૭] કીટકોને ફસાવી પાડવા પ્રકાશ પિંજર , પીળા ફૂલવાળા ગલગોટાના છોડ અને શેઢે-પાળે શ્યામ તુલસીના છોડ ચોપીએ.

[૮] પાક પર ટ્રાઇકોગ્રામાં ભમરીનાં ઈંડા તથા એનપીવી વાયરસ અને ટ્રાયકોડરમાં જેવી ફૂગનો ઉપયોગ કરવા ઉપરાંત ગોબર,ગોમૂત્ર છંટકાવ કરતા રહીએ .”રેસીડ્યુ ફ્રી” દવાઓનો ઉપયોગ કરીયે હવે એવા કેટલાક રસાયણો શોધાયા છે કે જે પોતે ઝેરી હોવા છતાં પાક પર છંટાયા પછી ટૂંકા ગાળામાં વિઘટન થાય છે આવા રસાયણો વાપરી ખેતીપાકને ઉપદ્રવી જીવાતો સામે રક્ષણ અને ઉત્પાદન પણ બિનઝેરી- બંને હેતુ પાર પાડી શકાય છે

Share this post: