
મરચી વિષે બે ખેડૂતનો અનુભવ જોઈએ. ગયા વર્ષે એક ખેડૂતે ૧૫ વિધાનું મરચીનું વાવેતર કર્યૂં હતું તેને લીલા મરચાની વીણી માં સારા ભાવ મળ્યા સારી આવક થઇ પરંતુ પછી સૂકા મરચા કરવા માટે મરચી છોડી પછી વધુ વરસાદને લીધે એન્થ્રેકનોઝની અસર અને તેને લીધે ડાઘી વાળા મરચાને લીધે બઝારમાં છેલ્લે સાવ તળીયું આવી ગયું. તેની પાસે ફોરવર્ડ માલ હતો એટલે આવક ઓછી થઇ હતી છતા બધાને કહેતો ફરે છે કે મરચી વવાય નહિ . હકીકતે તેને કહેવું જોઈએ કે મેં એકને એક જાત વર્ષોથી વાવી અને રોગ માટે કાળજી નહોતી લીધી એટલે ફોરવર્ડ મરચું થયું . બીજા એક ખેડૂત શિવલાલભાઈનો વળી સાવ જુદો જ અનુભવ છે, ખાલી અઢી વિધાની મરચી આજે ઉભી છે પરંતુ પાંચ વીણી લીલા મરચા ઉતારી લીધા છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ૧,૭૫,૦૦૦ના લીલા મરચા વેચી હવે આ નવી મરચીમાં હજુ બે ત્રણ વીણી કરી લીધા પછી લાલ મરચા કરવા છોડવી છે. મારે તમને બધાને કહેવું છે કે જે કોઈ ન વાવતું હોય તેવું નવું સેગ્મેન્ટ પકડો . વધુ માહિતી માટે ખેડૂત શિવલાલ ભાઈ કઈ જાત વાવી તે જાણવા ફોન કરો 98796 33735



