
બોલકી ધરતી આજે આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે ભારત, એક વિશાળ અને વધતી જતી વસ્તી ધરાવતો પ્રચંડ દેશ છે , દરેક વ્યક્તિને હંમેશા પૂરતો, સલામત અને પૌષ્ટિક ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે રાષ્ટ્રીય સ્થિરતા, આર્થિક વિકાસ અને તેના નાગરિકોની સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. કરોડો લોકોને ધન-ધાન્ય અન્ન સરળતાથી મળી રહે તેવું પેઢીઓની પેઢી સુધી જાળવી રાખવું હશે તો ખેતીની જમીનનું સંરક્ષણ અને સંવર્ધન કરવું પડશે તેના માટે સોઈલ હેલ્થ અને સોઇલ કાર્બન વિશે વિચારવું પડશે. ચાલો સમગ્ર ધરતીને જીવામૃત અને ઉપયોગી બેક્ટેરિયા પુરા પાડવા બધા ડાઈઝેસ્ટર ટ્યુબ નો લાભ લ્યો .બોલકી ધરતી આપણને વધુ શું કહે છે તે આવતા વખતે.



