વરિયાળીનો જીવાત : પાનકથીરી

પાનકથીરી એ ચાર જોડી પગ ધરાવતી, કદમાં નાની અને રાતા રંગની જીવાત છે. તે પાન પર જાળાં બનાવી નુકસાન કરે છે. ફૂલ, પાન્ડા પર તેમજ બીજ બેસવાની અવસ્થાએ પણ રસ ચૂસીને નુકસાન પહોંચાડે છે.
નિયંત્રણ વ્યવસ્થા
(૧) ચોમાસુ વરીયાળીની ફેરરોપણી સમયસર ૧૫મી ઓગસ્ટ તથા શિયાળુ વરીયાળીની વાવણી ઓક્ટોબરના છેલ્લા અઠવાડીયાથી નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં કરવી.
(૨) પરભક્ષી કથીરી, દાળિયા અને સીરફીડ માખી, કથીરીનું કુદરતી રીતે નિયંત્રણ કરે છે. તેનું સંરક્ષણ કરવું.
(૩) વેટેબલ ગંધક (૪૦ ગ્રામ/ ૨૫ લી.) અથવા ડાયકોફોલ ૧૮.૫ ઈસી (૨૦ મિલી (૧૦ લી.) અથવા ફેનાજાકવીન ૧૦ ઈસી (૧૦ મિલી /૧૦ લી.) અથવા પ્રોપરગાઈટ ૧૦ ઈસી (૧૦ મિલી (૧૦ લી.) પૈકી કોઈપણ એક જંતુનાશક દવાનો છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૦ દિવસ પછી કરવો.

Tags

Share this post: