
આ વર્ષે બોલગાર્ડ કપાસના પરિણામ સારા છે ત્યારે રોજ રોજ છાપામાં વાંચીયે ત્યારે એમ થાય કે આપણે પકવેલા પાકની બઝાર કેમ ઘટતી જાય છે ? આપણું તો કોઈ નથી તેવું વારે વારે થયા કરે ? ખેડૂત ને તો બસ મુંજારો સિવાય કઈ નહિ, એમ લાગે ? પકવો તો પૈસા નહિ , આપણને એમ કે આ વર્ષે ચૂંટણી થઇ એટલે ભાવ ટકશે પણ ના , એમાંય એક જિનિંગ વાળા એ ટીવી વાળાને મુલાકાત આપી એમાં એમ કીધું કે અમને આ ભાવે કપાસ લેવો પોષાતો નથી ? , જો ખેડૂતો નીચા ભાવે દેશે તો લેશું ? ને બાપલા એ વાત વાયરલ થઇ ને ખેડૂત હક્ક બક્કા થઇ ગયા ત્યાં વળી કોઈ ખેડૂત હિતેછુની પોસ્ટ વાઇરલ થઇ કે એલા વેંચતા નહિ , રૂપિયા ની જરૂર હોય તો એક બે મણ વેચજો , આપણે આ વખતે દેખાડી દેવું છે . વળી પાછું છાપું કહેતું હોય કે અમેરિકા , પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કપાસનો ઓછો પાક છે એટલે ભાવ ટકશે ?, આપણે આનું સમજવું શું ? ખેતો કરવો કે કેમ ? તેવો વિચાર આવ્યા વગર રહે નહિ ..



