
નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે તેમના અનુભવો જાણીશું . ચાલો મળતા રહીશું રોજ કપાસની એક કંપની સાથે.
રાસી સ્વિફ્ટ
રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.
બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી વહેલો કાઢી ને અન્ય પાક લઇ શકાય. રાસીની સ્વીફ્ટ જાતનો છોડ ખુલ્લો અને ઉભડો થાય છે અને ચૂસિયા જીવાત સામે પ્રતિકારક જાત છે. તેમજ વજનદાર કપાસ, વિણવામાં સહેલું છે. ચાલો જોઈએ અમુક ખેડૂતોના અનુભવો.
મહેશભાઈ વશરામભાઇ પટેલ
મુ.સાયલા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર મો. 7096334489 ઉત્પાદન-50 મણ/એકર
હરેશભાઈ
મુ. નવી પીપર, તા.લાલપુર, જી. જામનગર, મો.-: 96873 35097 ઉત્પાદન-50 મણ/એકર
રાઠોડ દિલદાર જીસાબ
મુ. મારુંધિયા, તા.તિલકવાડા, જી.નર્મદા મો. ૬૩૫૫૫૬૮૨૭૪, ઉત્પાદન- ૫૮ મણ/ એકર
ભાનુભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા
મુ. સાવરકુંડલા, તા. સાવરકુંડલા, જી. અમરેલી, મો. 9426214191, ઉત્પાદન 67 મણ/એકર
રાસી અમેઝ
આ જાત વહેલી પાકતી જાત છે. જેમાં પહેલી વીણીમાં જ મબલક ઉત્પાદન આપવાની ક્ષમતા છે અને વહેલી પાકતી હોવાથી શિયાળુ પાક સમયસર કરીને ઝડપી તથા બમણો લાભ મેળવી શકાય તેવી જાત છે. આ જાતના મોટા અને વજનદાર જીંડવા થાય છે અને વીણવામાં એકદમ સરળ રહે છે તેથી મજૂરી ખર્ચ ઓછો લાગે છે. આ જાતનો છોડ છેલ્લે સુધી લીલો છમ રહે છે અને ચુસિયા પ્રકારની જીવાત પણ ઓછી લાગે છે.
સુરેશભાઈ સરધારા મુ. લુણીધર, તા. અમરેલી, જીલ્લો-: અમરેલી, મોબાઈલ નંબર -: 9898086955 ઉત્પાદન- 60 મણ/એકર
નરશીભાઈ કાળુભાઈ ધારીયા પરમાર – મુ. વીરેન્દ્રગઢ, તા. ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર મો. 9879694572 ઉત્પાદન – 47 મણ/એકર



