બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ જતી જમીનમાં બટાટાનો પાક અનુકૂળ આવતો નથી.
રાત્રિનું તાપમાન ૧૮ થી રર° સે.ની વચ્ચે થાય એટલે કે ૧૫ થી ૩૦ નવેમ્બરની આજુબાજુ વાવણી કરવી હિતાવહ છે.
બટાટાના વાવેતરનું અંતર :
એક હારના પાળા પદ્ધતિમાં : ૫૦ સે.મી. X ૧૫- ર૦ સે.મી.
બે હારના પાળા પદ્ધતિમાં : ૭૫ સે.મી. X ૧૫-૨૦ से.भी.
ચાર હારના પાળા પદ્ધતિમાં : ૧૫૦ સે.મી. X ૧૫-૨૦ સે.મી.
બટાટા માટે બીજનો દર (કી.ગ્રા. પ્રતિ હેકટર)
એક હારના પાળા પદ્ધતિમાં ર૫૦૦ – ૩૦૦૦ કી.ગ્રા. બે અને ચાર હારના પાળા પદ્ધતિમાં ૩૫૦૦-૪૦૦0 કી.ગ્રા.

Share this post: