આખું વર્ષ જે શ્રેષ્ઠ અને ઉત્તમ હતું તેની નોંધ વખતો વખત કરી ન હોય તો કારતક મહિને કરી લેવી.

આજે માહિતીનો આધુનિક યુગ છે ત્યારે આપણી પાસે સાચી ખોટી માહિતીનો ધોધ વહી રહ્યો છે વોટ્સઅપ યુનિવર્સીટીમાં આવતા ગતકડાં ક્યારેક સાચા બીજ અને સાચી જંતુનાશક કે સાચી સમજણથી વંચિત રાખી દે છે. વાંચેલું આપનાવવાની લાલચ અને ઉતાવળ કરાવે તેવા વોટ્સેપનો પાર નથી એટલે અમુક આપણ ને નિર્ણયો ખોટા લેવડાવે પછી આપણને પસ્તાવાનો સમય આપે છે . ઘણું વાંચીએ એટલે અપનાવવાની હોંશ થાય પણ તેમાં છુપાયેલ વ્યાપારને ભૂલી જવા જેવું નથી, માહિતીના યુગમાં સમજણ અને સાર્થકતા તપાસવા સીધી સફળ ખેડૂતો સાથે વાત કરવાથી સાચી માહિતીની ચકાસણી થઇ શકે. આખા વર્ષમાં નિદર્શનો કેટલા જોયા અને આંખે દેખ્યું હંમેશા સમજાય છે તેની નોંધ ડાયરીમાં ટપકાવી કે કેમ ? આખું વર્ષ જે શ્રેષ્ઠ અને ઉત્તમ હતું તેની નોંધ વખતો વખત કરી ન હોય તો કારતક મહિને કરી લેવી. જેથી જેઠ મહિને કોઈ આંબલી પીપળી બતાવી નિર્ણયો બદલાવી ન જાય.

Share this post: