
આજે ખેતી કરનાર વિચાર કરે છે કે નફો કેમ મળે ? ખેતી પરવડતી નથી એવું પણ કોઈ કહે . ખેતી માં બદલાવ લાવે છે તે કમાય છે . રોજ ખેતરમાં આંટો મારે અને ખેતીને ધંધો સમજે અને પછી વિચારે કે આજની ખેતીની શી સમશ્યા છે ? તેનો વિચાર કરે અને તેનું નિરાકરણ કરે તો કંઈક રસ્તો મળે છે . તો આજની ખેતીમાં ધ્યાન આપવા જેવી મુખ્ય બાબત કઈ છે તે નોંધો અને તેને ઠીક કરો 1) જમીનમાં સુક્ષ્મ જીવોની સંખ્યા વધારો , 2) જમીનમાં સેન્દ્રીય કાર્બન વધારવા સેન્દ્રીય તત્વો નું ઉમેરણ કરો 3) જમીનમાં ફળદ્રુપતા જાળવવા માટે સંમતોલ પોષક તત્વો આપવા પડશે, ડ્રિપ વસાવો , પિયત આપવાની પદ્ધતિ બદલી નાખો અને ફર્ટિગેશન કરો . 4) રોગ અને જીવાતોનુ સમયસર અને યોગ્ય પધ્ધતિ દ્રારા નિયંત્રણ કરવા રોજ ખેતરનું અવલોકન કરતા રહો



