એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે. માણસે પોતાની બુદ્ધિથી, ઓછો શ્રમ કરવો પડે તેવા સાધનો શોધે છે, તે પોતાની સુખાકારી માટે આ બધું કરે છે. આપણે પણ ખેતીના, નવા સાધનો અપનાવીને ખેત ઉત્પાદન લઈએ છીએ. આપણી કોઠાસૂઝ એ આપણી, બુદ્ધિનો ચમકારો જ છે ને?. એટલે જ માણસ, બીજા કરતા જુદો પડે છે. દાખલ તરીકે મધપૂડામાં ફૂલ રસ એકત્રિત કરવાનું કામ, મધમાખીઓ હજારો વર્ષોથી કરે છે, અને એમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. સમય, સંજોગો અને જરૂરિયાત પ્રમાણે, માત્ર માણસ જ વર્તન ફેર કરે છે. દાખલા તરીકે, કોઈ મધપૂડામાં ક્યારેય, એવી ક્રાંતિ થઈ નથી કે , બસ, હવે આ રાણી માટે, ફૂલ રસ લેવાનું બંધ. અમારે જેમ કરવું હશે તેમ કરશું?. માણસે હવે કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા, રોબોટ બનાવ્યા છે, જેથી ખેતીમાં રોબોટ ઉપયોગી થવાનો છે.

Share this post: