કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : કોલ્ડ સ્ટોરેજ એટલે શું?

કોલ્ડ સ્ટોરેજ એટલે શું? જણાવતા સર્વશ્રી ડૉ. કે. વી. વાળા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ કોલ્ડ સ્ટોરેજ જેને ગુજરાતીમાં શીત સંગ્રાહક કહેવાય. આ એક એવા પ્રકારનું બિલ્ડીંગ છે કે જેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે બાગાયતી પાકોના (ખાસ કરીને ફળ અને શાકભાજી) સંગ્રહ કરવા માટે વપરાય છે. આ સંગ્રાહકની ચારે બાજુની દિવાલો અવાહક અને ચારે બાજુથી બંધ રૂમ અને એક જ દરવાજા સાથેનું બાંધકામ છે અને તેની અંદરની બાજુનું તાપમાન અને ભેજ રેફ્રિજરેશન સિસ્ટીમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. અંદર એક મોટો રૂમ કે/અથવા નાના ભાગોમાં વહેંચાયેલો હોય છે. સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજમાં લાંબા ગાળા સુધી સંગ્રહી શકાય તેવા ફળ અને શાકભાજીનો સંગ્રહ કરવામાં આવે છે. ફળ અને શાકભાજીના સંગ્રહ માટેના કોલ્ડ સ્ટોરેજ કરતા બીજા સામાન્ય કોલ્ડ સ્ટોરેજ વિશેષ જરૂરિયાતવાળા હોય છે. જેમાં વધારે કૂલિંગ કેપેસિટી સાથે તાપમાન અને ભેજનો કન્ટ્રોલ ખૂબ કાળજી માંગી લે છે.