ખેતરની વાત : બોલગાર્ડ ટૂ પછીની નવી ટેક્નોલોજી કપાસના ખેડૂતોને ક્યારે મળશે ?

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ નાગપુર દ્વારા કપાસની ખેતી માટે ટેક્નોલોજી મિશન દ્વારા લંબતારી કપાસની ખેતી ફરીવાર સારી થાય અને કપાસનું ઉત્પાદન ખુબ વધે અને કપાસની નિકાસ થાય અને ભારતને ફરી હૂંડિયામણ મળે તેના માટે એક નિતી તૈયાર કરવામાં આવી છે . મિશન ત્યારે સફળ ગણાય જયારે કપાસના ખેડૂતોને સારા ભાવ મળે અને કપાસની જીવાતો અને નિંદામણ સામે લડવા માટે નવી ઉત્તમ બાયો ટેક્નોલોજીને મંજૂરી આપવામાં આવે તોજ ફાયદો થશે એટલે કે બોલગાર્ડ ટૂ પછીની નવી ટેક્નોલોજી કપાસના ખેડૂતોને આપીને પ્રોત્સાહિત કરવામાં આવે તો ભારત વર્ષના ખેડૂતો ફરી પોતાની મહેનત અને કુશળતાથી કપાસનું ઉત્પાદન વધારી દેશને મદદ કરી શકે .

Share this post: