ખેતીમાં નફો વધારવા શું કરવું ?

ખેતીમાં નફો વધારવા

જરૂર છે આપણું ધ્યાન “ ખર્ચઘટ ’’ બાબતે કેંન્દ્રિત કરવાની સાચી આવક નફો છે. એ મેળવવા “ખર્ચ” વાળું પલ્લું હળવું કરવાની ચાવીઓ અને અનુભવી ખેડૂતોની કોઠાસૂઝનો ઉપયોગ કરો.

કામ મમ-મમનું છે – ટપાકાનું નહીં આપણું લક્ષ ખેતીમાં નફો વધવો જોઇએ એ જ છે. ખેતીમાં ખર્ચ કેટલો કરવો તે તો ખડૂતના હાથની વાત છે. આપણે મન તો “ઉત્પાદન-વધ ” જેટલું જ મહત્વ “ ખરચાની ઘટ”નું છે. આપણે ટપાકાનું નહીં …મમ-મમનું કામ છે.

રૂપલાથી ગાયો ન ચરાવાતી હોય તો માકલાને મોકલીએ, આપણે મન તો જે ગાયો ચરાવે તે ગોવાળ ! એટલે વધુ ઉત્પાદન લેવા જેટલી મહેનત કરીએ છીએ એટલી મહેનત ખેતીમાં ખર્ચ કેમ ઓછો થાય તે બાબતે લેતા થઇએ અને પછી મેળવજો તાળો ! ઉત્પાદન એનુ એજ જાળવીને પણ નફાનો આંક ઊંચો લાવી શકાય છે કે નહીં ?

Share this post: