નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે તેમના અનુભવો જાણીશું . ચાલો મળતા રહીશું રોજ કપાસની એક કંપની સાથે.

વિશ્વાસ ૫૫૫ +
અજુભાઈ ગોરધનભાઈ મુ.વસ્તડી તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર મો. ૯૯૦૪૯ ૫૬૩૩૨
આ વર્ષે પ્રથમ વખતે મેં વિશ્વાસ – ૫૫૫+ કપાસની વેરાયટી વાવેલ જેના અનુભવની વાત કરું તો…
કપાસમાં રોગ જીવાત નહિવત રહી છે, જીંડવું મોટું અને સીરીઝમાં આવે છે, રૂ ની ક્વોલીટી સુપર છે બીજા કરતા બજારભાવ ઊંચા મળે છે, ગુલાબી ઈયળ પણ આવી નથી, વીણાટમાં સરળ છે, સરેરાશ એકરે ૮૦ ઉપર ઉત્પાદનની ક્ષમતા છે, સતત વરસાદ હોવા છતાં સુકારો આવ્યો નથી, તો મિત્રો ખરેખર વિશ્વાસ ૫૫૫+ વેરાયટી ખુબ જ સારું ઉત્પાદન આપે છે.
વિશ્વાસ મહારથી
દિલીપભાઈ ગજેરા મુ. રામોદ તા. કોટડા સાંગાણી, જિ. રાજકોટ, મો.૯૯૭૮૫ ૪૯૪૧૧
નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું દિલીપભાઈ ગજેરા આપણે કપાસની વેરાઈટીની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષથી હું વિશ્વાસ સીડ્સની કપાસની વેરાઈટી મહારથીનું વાવેતર કરું છું. અને આ વર્ષે પણ વિશ્વાસ સીડ્સની મહારથી વેરાયટીનું વાવેતર મેં કરેલ છે. આ વેરાઈટીની ખાસિયતની વાત કરીએ તો સૌ પ્રથમ તો તે ખીલા મુળવાળી વેરાઈટી છે. આટલા બધા કમોસમી વરસાદમાં પણ આ વેરાઈટી એકદમ અડીખમ અને એકદમ લીલોછમ કપાસ છે આજુબાજુના કપાસમાં લાલ જોવા જડે છે પણ આપણી આ વેરાઈટી મહારથી વેરાઈટીમાં આવું ક્યાંય જોવા જડ્યું નથી. ત્રણ વર્ષથી હું મહારથી કપાસનું વાવેતર કરું છું અને કપાસ વીણવા માં પણ ખુબ સરળતાથી રહે છે. આ વર્ષે મારે એક વીઘામાં ૧૭ મણ કપાસ જેટલો ઉતરી ગયો છે અને હજી ૮ થી ૧૦ મણ એક વિધે કપાસ ઉતરશે એવું મને જોવા જડે છે. આ વેરાયટીમાં અન્ય વેરાઈટી કરતા આપણને રોગ ચૂસિયો કે જીવાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તમે પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માંગતા હોય તો વિશ્વાસ સીડ્સ ની મહારથી વેરાયટીનું વાવેતર કરો આભાર ખેડૂત મિત્રો.
વિશ્વાસ શાહુકાર
ભીખુભાઇ સાવજ મુ. દેવળીયા, તા. અમરેલી જી. અમરેલી મો. 94264 38862
નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભીખુભાઈ સાવજ આપણે કપાસની વેરાઈટીની વાત કરીએ તો મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની શાહુકાર વેરાઈટીનું વાવેતર કરેલ છે અને મને એવું લાગે છે કે આ વર્ષે મારો આ નિર્ણય મને લાભદાયક નીવડશે. કારણ કે આટ આટલા કમોસમી વરસાદ પડવા છતા પણ અત્યાંરે મારો કપાસ શાહુકાર એકદમ અલમસ્ત ઉભો છે અને મારા ૮ વીઘા ના ખેતર માંથી મેં ૨૫૦ મણ શાહુકાર કપાસ ઉતારી લીધો છે અને હજી પણ ૮ વીઘા માંથી ૭૦ થી ૮૦ મણ ઉતરશે. હું છેલ્લા 2 વર્ષ થી વિશ્વાસ સીડ્સ ના અલગ અલગ પાકના બિયારણનું વાવેતર કરું છું . આ વર્ષે મારે દિવેલા માં વિશ્વાસ પ્લસ, અડદમાં વિશ્વાસ -૯, મગફળી વિશ્વાસ વેદા ,અને કપાસમાં વિશ્વાસ શાહુકાર આમ મારે ૫૦ વીઘાનું વાવેતર હતું જેમાં વિશ્વાસ શાહુકાર ૧ નંબર પર્ફોમન્સ સાથે લીલો છમ ઉભો છે.તો ખેડૂત મિત્રો જો તમારે પણ મારી જેમ ઓછા ખર્ચ માં વધુ ઉત્પાદન લેવું હોય તો વિશ્વાસ સીડ્સ ની કપાસ ની વેરાયટી શાહુકાર વાવો. ધન્યવાદ
ચંદુલાલ ઠાકોર- ૯૯૧૩૦ ૫૭૭૦૨ (સુરેન્દ્રનગર) । સમીર સીદપરા-૯૨૬૫૫ ૩૫૯૪૮(જુનાગઢ) હાર્દિક લાલકીયા-૮૩૨૦૬૨૨૫૩૯ (રાજકોટ) | જીત નિમાવત (હળવદ) હરેશ નિરંજની – ૯૯૭૯૯ ૬૭૦૧૦ ૮૨૦૦૭ ૫૦૧૧૭ (અમરેલી)



