રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત

આપણે રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીનો વિચાર કરી રહ્યા છીએ આ ખેતી અપનાવીને જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત છે ત્યારે વૈજ્ઞાનિકો ગ્રીન મેનયોર એટલે કે લીલા પડવાશ કરવાની ભલામણ કરે છે મગ, ચોળી,ઇક્કડ , શણ સનહેમ્પ, બરસીમ વાવીને ફૂલ આવ્યે રોટાવેટરથી જમીનમાં દાબી દઈએ તો નાઇટ્રોજન સુધારણા અને માટીમાં રહેલા કરોડો ઉપયોગી બેક્ટેરિયા એટલે કે જીવવિજ્ઞાનને ખવડાવવા માટે સેન્દ્રીય તત્વોનું ઉમેરણ જમીનને મદદ કરે છે. ટૂંકમાં કાર્બનિક પદાર્થો જમીનમાં ઉમેરો – ખાતર, વર્મીકમ્પોસ્ટ, જીવામૃત અને બાયોચાર દ્વારા જમીનની રચના અને ફળદ્રુપતામાં સુધારો કરો .

Share this post: