ઘઉંની જીવાત :

. ઉધઈ : બાયફેન્થ્રીન ૧૦ ઈ.સી. ર૦૦ મી.લી.
અથવા ફીપ્રોનીલ ૫ એસ.સી. ૬૦૦ મી.લી. દવા ૫ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિગ્રા. બિયારણ પ્રમાણે વાવણીના આગળના દિવસે પટ આપવો. ઉભા પાકમાં માવજત એક હેક્ટરે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬૦૦ લીટર દવા ૫ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી-પૂંખીને હળવુ પિયત આપવું.

લીલી ઈયળ : દૂધિયા દાણા અવસ્થાએ કિવાનાલફોસ
ર૫ ઈ.સી. ૦.૦૫%ના દરે (૨૦ મી.લી. દવા/૧૦ લીટર પાણી) પ્રમાણે છંટકાવ કરવો.
ગાભમારાની ઈયળ ઉપદ્રવ ઓછો હોય તો
– નુકસાનવાળા છોડનો ઈયળ સહિત નાશ કરવો. કિવનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. દવા ૧૦ લીટર પાણીમાં મેળવી વાવણી પછી આશરે ૪૫ અને ૫૫ દિવસે બે છંટકાવ કરવા.
મોલો : મોલોના કુદરતી પરભક્ષી દુશ્મનો લેડીબર્ડ બીટલ, સીરફીડ ફ્લાય, ક્રાયસોપરલાનું પ્રમાણ વધારે હોય તો જંતુનાશક દવા છાંટવાનુ ટાળવું અથવા લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો.

Tags

Share this post: