ઘઉંના પાકને ટપક પિયત પદ્ધતિથી પિયત આપી શકાય. ટપક પિયત પદ્ધતિ ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ઘઉંના પાકમાં મુકૂટમૂળ અવસ્થા (ર૧ દિવસ) પછી ૪૦ સે.મી.ના અંતરે પ્રશાખા ગોઠવી પ્રશાખા ઉપર ૪૦ સે.મી.ના અંતરે ૪ લિટર પ્રતિ કલાક પ્રવાહ દરના ટપકણિયાં ગોઠવવા. પિયત માટે આ પદ્ધતિને ૦.૮ ટકા સંચયી બાષ્પીભવન ગુણાંકે ડિસેમ્બર- જાન્યુઆરી માસમાં ૩૬ મિનિટ અને ફેબ્રુઆરી માસમાં ૪૬ મીનીટ સુધી દર ત્રણ દિવસે ચલાવવાથી ઘઉંનું વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવી ૩૧ ટકા પાણીનો બચાવ કરી શકાય છે.



