જંતુનાશક દવાની ખરીદી સમયે રાખવાની કાળજીઓ

  • કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લાભકારી જીવાતો અને પર્યાવરણને નુકસાન ન કરતી હોય અથવા તો ઓછું નુકશાન કરતી હોય તેવી જંતુનાશક દવા કે નિંદામણ નાશક દવાની પસંદગી કરવી જોઈએ.
  • જંતુનાશક દવા તેના અધિકૃત પરવાનેદાર (લાઈસન્સ હોલ્ડર) પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • કોઈ પણ સંજોગોમાં અસર સમાપ્તિની તારીખ પછીની (એક્ષ્પાયરી તારીખ વાળી) દવાની ખરીદી ન કરવી જોઈએ.
  • જંતુનાશક દવાના ટીન પર છાપેલ મહતમ વેચાણ કિંમત કરતા વધુ રકમ ચુકવવી નહિ.
  • જંતુનાશક દવાની ખરીદી વિક્રેતાના નામ/સરનામા તથા લાયસન્સ નંબર વગેરે વિગતો દર્શાવતા પાકા બિલથી જ કરવી જોઈએ. બીલમાં દર્શાવેલ તમામ વિગતો જેવી કે, તેનું વ્યાપારી નામ, સક્રીય તત્ત્વના ટકા, બેચ નંબર, ઉત્પાદકનું નામ, મહત્તમ વેચાણ કિંમત વગેરેની ખરાઈ દવાના ટીન/કન્ટેનર સાથે કરી લેવી જોઈએ.
  • જંતુનાશક દવાના લેબલ ઉપર સી.આઈ.બી. રજિસ્ટ્રેશન નંબર દર્શાવેલ ન હોય તેવી દવાની ખરીદી કયારેય ન કરવી જોઈએ.
  • જંતુનાશક દવાના ટીન/કન્ટેનરના લેબલ પર એક હીરા આકારનો ચોરસ હોય છે. જેને બે સરખા ત્રિકોણમાં વિભાજીત કરવાનો હોય છે. જેમાં ઉપરના ત્રિકોણમાં ચેતવણી જનક ચિન્હ અને લખાણ હોય છે જયારે નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ પીળો/ વાદળી કે લીલા રંગનો પટ્ટો હોય છે. જેના આધારે મનુષ્ય/ પાલતું પ્રાણીઓ માટેની તેની ઝેરીપણાની માત્રાની જાણકારી મળી શકે છે. દરેક જંતુનાશક દવાના લેબલ ઉપર આવું ચેતવણી જનક ચિન્હ તથા લખાણ નિશાની કરવી ફરજીયાત હોય આવા લખાણ| ચિન્હ નિશાની જેના લેબલ પર ન હોય તેવી કોઈપણ જંતુનાશક દવાની ખરીદી ન કરવી જોઈએ.

Tags

Share this post: