દાડમમાં કેળવણી

દાડમનો છોડ ક્ષુપ વર્ગનો હોવાથી તેને કુદરતી રીતે વધવા દેવામાં આવે તો ઝાંખરા જેવો વિકાસ થાય છે. માટે દાડમના છોડમાં નીચેના ભાગે વધુમાં વધુ ત્રણ ડાળીઓ રહેવા દેવી જોઈએ. બાકીની ડાળીઓ કાપતા રહેવું. જમીનથી આશરે ૬૦ સે.મી. ઊંચાઈ પછી નીકળતી ડાળીઓ રાખવી. આ પ્રમાણે છોડને કેળવવાથી છોડનો સમતોલ વિકાસ થાય છે અને હવા ઉજાસ મળવાથી ફળ સારા અને વધુ પ્રમાણમાં મળે છે.

Tags

Share this post: