
પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય તો ? વિજ્ઞાનીઓનું કહેવું છે કે 2/3 ભાગનાં પાંદ ઓછાં કરી લઇએ તો પણ બાકી રહેલાં ત્રીજા ભાગનાં પાંદથી ઝાડ પોતાનું જીવન ટકાવી શકે છે. એટલે આવા સમયે 2/3 ભાગનાં લીલાં પાન ખેરી નાખવાં. પાન ઓછા કર્યાથી પણ ઝાડ જીવશે નહીં એવું લાગે ત્યારે ઝાડ પરનાં બધાં જ ફળો ખેરવી નાખવાં.ફળો દ્વારા શોષાતું પાણી બંધ થશે, ઝાડ જીવી જશે. જો પહેલે થી વળી ફરતી “વીંડબ્રેક”પહેલેથી હોય તો ઉનાળાની ગરમાગરમ લૂ ને ઠીક ઠીક ઠંડી કરી દે છે અને ઝાડ તથા જમીન દ્વારા ઉડતા ભેજને રોકે છે. પાંદડાંનું ઉત્સવેદન ઓછું કરવા પાંદડા ઉપર કેઓલીન ,પોલીકોટ,. ફિનાઇલ મરક્યૂરિક એસિટેટ આલ્કોહોલ જેવા કેમીકલો પણ જાણકારને પૂછીને છાંટી શકાય



