આ પાક માટે સારી નિતારશક્તિ અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્ત્વવાળી ગોરાડુથી મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. કોથમીર કે લીલા ધાણાનું વાવેતર કોઈપણ માતુમાં કરી શકાય છે. પરંતુ ધાણાના પાકને સૂકી અને ઠંડી આબોહવા વધુ માફક આવતી હોઈ આપણે ત્યાં ધાણાનું વાવેતર શિયાળુ ઋતુમાં કરવામાં આવે છે. વાદળછાયું વાતાવરણ પાકને ખૂબ જ નુકસાનકારક છે.



