નીંદામણ ઓછું ઊગે અને ઓછું વિકસે એ માટે ઘર ઘરાઉ ઉપાયો ખરા ?

નીંદામણ ઓછું ઊગે તે માટે…

[1] પાક પૂરો થયે જમીન ઉથલાવીને ફેરવી નાખે તેવી ઊંડી ખેડ કરવાથી જમીનની ઉપલી સપાટીમાં ખરેલાં બીજ ઊગી ન શકેતેટલા ઊંડા ધરબાઇ જાય છે ને ચીઢો, ધરો, નોળી જેવાં નીંદામણો મૂળસોતા નાશ પામે છે

[2] ભાલની ડાંગર-ઘઉંની ક્યારીઓમાં ચોમાસે પાણી ભરી રાખવાથી નીન્દામણના બીજ સડી જાય છે.

[3] ખૂબ ઝડપથી વધતા લીલા પડવાસ જેવા પાકો વારાફરતી જમીનમાં વાવતાં રહેવાથી નીંદામણ દબાઇ રહેશે અને લીલા પડવાસનો પાક ખેડતાં સાથોસાથ જમીનમાં દબાઇ તેનું ખાતર થઇ જશે.

[4] મોલાતના પાટલામાં વારંવાર આંતરખેડ કરતાં રહેવું અને ચાસમાંથી દાતરડીથી બને એટલી ઊંડાઇએથી નીંદતા રહેવું.

[5] એકનો એક પાક વારંવાર એનીએ જમીનમાં નહીં વાવતા પાકની ફેરબદલી કરતા રહેવું.

[6] ખાતર આપવાની પધ્ધતિ પુંકવાની નહીં રાખતાં બને ત્યાં સુધી ખાતર ચાસમાં ઓરીને આપવું.

[7] શક્ય હોય ત્યાં સુધી ટપક પિયત પધ્ધતિથી પિયત આપવાનું ગોઠવવું જેથી નીંદામણ ઓછું ઊગશે.

[8] “ચોકડી પધ્ધતિ” થી કપાસ, દિવેલા, તુવેર જેવા પાકો વાવવાથી બન્નેબાજુ સાંતી ચલાવાય તો નીંદામણનો ત્રાસ ઘટે.

[9] બહુ નીંદામણ થતું હોય તે જમીનમાં નીંદણને ઢાંકી દે તેવા વેલાવાળા પાકોનું વાવેતર કરીએ.

[૧૦] નાં છૂટકે નીન્દામણ ઉગતા પહેલા અને ઉગ્યા પછી છંટકાવ કરી નિયંત્રણમાં લેવાના નિંદણ નાશક રસાયણો વાપરીએ .

Tags

Share this post: