
કોઈપણ જમીન સુધારણાની ભલામણ માટીના પરીક્ષણ, જમીનના પ્રકારો અને પાકો પર આધાર રાખતો હોય છે. તેવી જ રીતે બાયોમાસ પણ અલગ અલગ ઇનપુટ બાયોમાસ સામગ્રીઓ અને તેમની લાક્ષણિકતાઓ પર આધારિત છે, આમ ચોક્કસ બાયોચારની પ્રકૃતિ (દા.ત. જમીનની ph ) પણ વપરાશ દરને પ્રભાવિત કરે છે. કૃષિ વૈજ્ઞાનિકોના મત અનુસાર, ૫-૫૦ ટન બાયોચાર પ્રતિ હેક્ટર (૦.૫- ૫ kg /m2) ના વપરાશ દરે પોષક તત્ત્વોના સંચાલન સાથે પાકની સારી ઉપજ મેળવી શકાય છે. બાયોચાર સંપૂર્ણપણે ખાતરનો વિકલ્પ કહી શકાય નહીં, તેથી નાઇટ્રોજન (N) અને અન્ય પોષકતત્વો (કાર્બનિક તત્વો સિવાય) ની આવશ્યક માત્રા વિના બાયોચાર ઉમેરવાથી પાકની ઉપજમાં સુધારો થવાની અપેક્ષા રાખી શકાય નહીં.



