
‘પાણી બચાવો’ એ માત્ર સૂત્ર તરીકે ન રહેતાં, સરકાર અને મનુષ્ય તરીકે આપણે સહિયારો પુરુષાર્થ કરીએ તો તેનાં પરિણામો અદભુત આવી શકે છે.પાણીનું બુંદ કહે છે કે હજુ પણ કેટલાય લોકો પાણીનું મૂલ્ય સમજ્યા નથી અને પાણીનો બગાડ અને વધુ પડતો વપરાશને કારણે પોતાના પાકનું ઉત્પાદન ઘટાડે છે કારણકે પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં ભેજ પૂરતુંજ જોઈએ છે ત્યાં અમુક ખેડૂતો એટલું પાણી આપે કે પોતે આપેલા ખાતરો પાણી સાથે મૂળથી દૂર ચાલ્યા જાય અને પોતે કરેલા ખાતરના ખર્ચનું પૂરું વળતર મેળવતા નથી .પાણીના નિયંત્રિત ઉપયોગ માટે વીજળીના મીટરની જેમ ‘પાણી વપરાશ મીટર’ અમલમાં આવે તો કદાચ આપણે પાણી બચાવની દિશામાં વિચારતા થઈ શકીયે . ભલે સારો વરસાદ વરસી ગયો પાણીનો કરકસર ઉપયોગ કરજો.



