બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે…

રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે સોઈલ હેલ્થ સુધારવી હોય તો તમારા બાપદાદાએ આપેલી પાડાના કાંધ જેવી જમીનને આડેધડ ડુંગરાની ટાશ કે મોરમ નાખીને બગાડતા નહિ. ડુંગરકે ધાર ઉપર જયાં નિંદામણ પણ નથી ઉગતું તેવા ટેકરા, ઢોરામાંથી પેલો જેસીબી વાળો ડંમ્પર ભરી આવે છે અને તમારી જમીનમાં ઠાલવે છે. કોઈ દી વિચાર કર્યો કે ટાશ-મોરમ તમે નાખો છો તેમાં કેવા નઠારા ગુણ છે ? એકવાર ડંમ્પરીયા માંથી ખોબો માટી લઈને જમીન ચકાસણી પ્રયોગશાળા માં ચકાસણી કરાવશો તો તમને ખબર પડશે કે તેમાં કેટલું સોડીયમ અને કેલ્શિયમ હોય છે . જે કરો તે સમજીને કરજો .બોલકી ધરતી આપણને વધુ શું કહે છે તે આવતા વખતે

Share this post: