
અબ્દુલભાઈ પટેલ મુ. પાંચ દ્વારકા, તા-વાંકાનેર, જી. મોરબી મો. ૯૯૨૫૨ ૫૮૯૧૭ હુ મધ્યમ માવજત કરનાર ખેડુત છુ. મે જીવનમા પહેલી વખત મરચીનુ વાવેતર કર્યુ. મે નર્સરીમાથી સુકેતુ સીડ્સ કંપનીની સુકેતુ પ્રાડો વેરાયટીનો રોપ લઈને વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના કારણે લગભગ બધાની મરચી ઊભી સુકાઈ ગઈ અને જેમની જીવીત રઈ એમને વાઈરસનો ભરડો ખાઈ ગયો પરંતુ સુકેતુની પ્રાડો વેરાયટીમા સીંગલ છોડ પણ વાઈરસ કે મરચી સુકાઈ નહિ. પ્રાડો મરચાનો પોપટીયો કલર અને કડક મરચુ હોવાથી બજારભાવ ઊંચા મળતા.



