
મલ્ચિંગ
“મલ્ચીંગ” એટલે આવરણ. આવરણ એટલે હોય એના પર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે બહારના ઝંઝાવાતો સામે સલામતી અનુભવી શકે. મલ્ચિંગથી ભેજની જાળવણી થાય જો જમીન ઉપર ઢાંકણ થયેલ હોય તો નીચેનો ભેજ હવામાં ઉડતો અટકે છે. પરિણામે પાકને પાણીની ખેંચ ઓછી પડે છે. પાક એટલું વધારાનું પાણી ઓછું માગે છે. મલ્ચિંગની નીચે નિંદામણના બીજ બફાઇ મરતા હોવાથી ઉગવાની ક્ષમતા ગુમાવી બેસતા હોય છે. મલ્ચિંગને લીધે હવામાનનું તાપમાન ખૂબ જ ઊંચું હોય ત્યારે આવરણ નીચેની જમીનમા પૂરતો ભેજ જળવાય રહે છે . મલ્ચિંગથી હોય તો વરસાદની સીધેસીધી મારકણી થપાટ લગતી નથી એટલે ‘જમીન ધોવાણ’ ની નઠારી અસરમાંથી બચી જાય છે. કારણ કે તોફાની વરસાદની થપાટ ધરતીને લાગતા પહેલાં મલ્ચિંગ ઝીલી લે છે.બંધારણ બગડતું અટકે છે. જેનો પાક ‘વધુ વળતર’ ના રૂપમાં જવાબ આપી શકે છે.



