વાવણી માટેનો પાક પસંદ કરવાની રીત

સમાન્ય રીતે જોઈએ તો ખેડૂત ભાઈઓ પાકની પસંદગી તેમના જૂના અનુભવ, પાડોશી ખેડૂત અને આગળના વર્ષોમાં મળેલા ભાવના આધાર પર કરે છે. ઘણી વખત માંગ કરતા વધારે ઉત્પાદન થવાથી ભાવમા ઘટાડો આવે છે. જેમકે, બટેટાના પાકનું ઉત્તર ભારતના રાજ્યોમા બંપર ઉત્પાદન મળતા ગુજરાતના ખેડૂતોને જો વધુ માંગ ન હોય તો સારા ભાવ મળતા નથી. આ રીતે જોઈએ તો ખેડૂત ભાઈઓએ પાકની પસંદગી માટે ભવિષ્યમાં ઉત્પાદનની માંગ અને ઉપયોગિતા, રોકડિયા પાકો, બાગાયત પાકો, સરેરાશ ખર્ચ અને નફો જેવા પરિબળોને ધ્યાનમા રાખીને કરવું જોઈએ.

Share this post: