May 16, 2025

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩% અને બોરોન ૦.૫% હોય છે)ના ૧%ના દ્રાવણનો રોપણી બાદ ૪૦, ૫૦ અને ૬૦ દિવસે છંટકાવ કરવો. ભીંડાના પાકમાં લોહ અને જસત તત્ત્વની ઉણપ […]

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ? Read More »

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ

જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ સચોટ થશે . ઉદાહરણ તરીકે, ખેતરમાં મૂકેલું હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા થયેલું સ્કાઉટીંગ એટલે કે ખેતરનું અવલોકનના આધારે છોડ માટે જરૂરી સારવાર માટે દવા કે ફુગનાશક ડ્રોન છાંટી આપશે .જમીનમાં રહેલા ટેન્શિયોમીટર કહેશે એટલે ઓટોમેટિક ડ્રિપ ચાલુ થશે અને કોમ્પ્યુટર જેટલા ઇંચ પિયત આપવાનું કહેશે તેટલું પાણી ફર્ટિગેશન સાથે પૂર્ણ કરી ઓટોમેટિક બંધ થઇ જશે . આ બધું તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી આંગળીના ટેરવે થશે અને મોબાઇલ તમને કઈ દવા મંગાવી લેવી તે પણ જણાવશે બોલો !.

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ Read More »