
આપણને પ્રશ્ન થાય કે શું બધા પ્રકારના અળશિયા કે જેને અર્થવર્મ કહેવામાં આવે છે તે લાભકારી છે, હા અળશિયાના ઘણા લાભ છે અળસિયું પોતાના ખોરાક માટે માટી ખાય છે અને તે જમીનમાં કાણું પાડી માટી ખાતું ખાતું આગળ વધે છે અને પાછું આવે છે ત્યારે નવું કાણું પાડે છે એટલે કે જમીનને ખેડે છે. સડેલા સેન્દ્રીય તત્વોને ખાય છે. તેમાંથી હગાર છોડે છે તે ને લીધે છોડને પોષણ મળે છે, જમીનનું સ્ટ્રક્ચર સુધારે છે. ઉત્પાદન વધારે છે, ટૂંકમાં મૃત મૂળિયાં, પાંદડા, ઘાસ, મેનયોર , માટી વગેરે ખાઈને માટી પોચી ભરભરી અને ફળદ્રુપ બનાવે છે. આપણી જમીનમાં અળસિયાનું સૌવર્ધન થાય તે માટે સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરતા રહો, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, ગાય આધારિત ખેતી માં વપરાતા તત્વોનો તમારી ખેતીમાં ઉપયોગ વધારો , વૈજ્ઞાનિક ખેતી સાથે અળસિયાનું સંવર્ધન કરો,



