ચાલો ઘઉંમાં પોક પાડીએ

સામાન્ય રીતે ઘઉંનો પોંક પાડવા માટે પરંપરાગત પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે, ઘઉંની ઊંબીઓને ખેતરમાં પાડી દેવામાં આવે છે અને ત્યારબાદ સળગાવવામાં આવે છે. ત્યારબાદ શેકેલી ઊબીઓનાં ફોતરા સાફ કરીને દાણા કાઢવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા પાડવામાં આવેલ પોંકમાં જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો દાણા બળી જાય છે અને બગાડ થાય છે. ઉપરાંત ખેતરની સ્વચ્છતાનું પણ પૂરતું ધ્યાન રાખવું પડતું હોય છે. આ પ્રશ્નોના ઉકેલ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., અરણેજનાં વૈજ્ઞાનિકો દ્વારા ભાલિયા ઘઉંનો પોંક પાડવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિનું સંશોધન કરવામાં આવેલ જેમાં ઓવન નો ઉપયોગ કરીને ઘઉંનો પોંક પાડી શકાય છે.

Tags

Share this post: