જીવાત : ફળમાખીની ઓળખ

આંબા અને જામફ્ળમાં ફ્ળમાખીની ચાર જાતિ બેકટ્રોસેરા ડોરસાલીસ, બેકટ્રોસેરા ઝોનેટા, બેક્ટ્રોસેરા કરેકટા અને બેકટ્રોસેરા ડાયવર્સી નુકસાન કરે છે. આ ફ્ળમાખી બદામી રંગની અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માખીના પગો પીળા રંગના હોવાથી સોન માખ તરીકે પણ ઓળખાય છે. કેરીના પાકમાં મે થી ઓગષ્ટ દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. કામીયા વેસુવિઆના એ ફ્ળમાખીની ઘણી જાતો પૈકીની એક છે જે ફકત બોરમાં જ નુકસાન કરે છે. આ માખીનો ઉપદ્રવ ખાસ કરીને મોડી પાકતી જાતોમાં વધારે જોવા મળે છે. નુકસાન માદા ફ્ળમાખી ફ્ળમાં અંડ નિક્ષેપક અંગ ખોસીને જથ્થામાં કે એકલ દોકલ ઇંડાં ફ્ળની છાલની નીચે મૂકે છે. તે જગ્યા એ ઘાટું લીલાશ પડતું ડાઘ (ટુવો) જોવા મળે છે. આવા ઇંડાં મૂકવા માટે પાડેલા કાણાંમાંથી રસ ઝરે છે, જે સુકાઈ જઈને કોહવાટ શરુ થાય છે. ઈંડા મૂકેલી જગ્યાએ ફ્ળનો વિકાસ અટકી જવાથી ફ્ળની સપાટી પર દબાયેલા ખાડા જોવા મળે છે. જેના પરથી પણ ઉપદ્રવનો ખ્યાલ આવી શકે છે. જે જીવાતની હાજરી સૂચવે છે. ઈંડામાંથી નીકળીને કીડા ફ્ળની અંદરનો ગર્ભ ખાય છે. જેને લીધે ફ્ળ કોહવાયેલુ જણાય છે. ઉપદ્રવિત ફ્ળનો આકાર પણ બદલાઈ જાય છે અને સંકોચાઈ ગયેલા જણાયછે અંતે ઉપદ્રવિત ફ્ળ ઝાડ પરથી ખરી પડે છે. આ રીતે ઉત્પાદન પર માઠી અસર થાય છે. કેરી પાકવાના સમયે ઉપદ્રવ હોય તો કેરી ઉતાર્યા બાદ પકવવા માટે વખારમાં પાથરવામાં આવે ત્યારે ઈંડાનું સેવન થાય છે. ઈંડામાંથી નીકળતા કીડા પાકતી કેરીનો અંદરનો ગર્ભ ખાતા હોવાથી ઉપદ્રવિત ફ્ળમાંથી તીવ્ર પ્રકારની અણગમતી વાસ આવે છે. ફ્ળ ખાવા લાયક રહેતા નથી. આ રીતે કેરી, ખરીદનારને નુકસાન થાય છે, જયારે જે તે વિસ્તારના ખેડૂતોની શાખ ઉપર અસર થાય છે. આમ આ ફ્ળમાખીથી ઘણું નુક્સાન થાય છે.

Share this post: