મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક મરચામાં રોગનું પ્રમાણ ખુબ ઓછું છે.

હું ઘનશ્યામભાઈ ગોરધનભાઈ ભંડેરી ગામ: ઘોઘાવદર તાલુકો : ગોંડલ જીલ્લો: રાજકોટથી ગઈ સાલ બે વીઘામાં કર્તવ્ય સીડ્સનુ મેજીક મરચું આવ્યું હતું. આ વર્ષે મેં ૫ વીઘામાં મેજીક મરચુ આવ્યું છે આજે મારે ૪ વિણીમાં ૪૫ મણ ઉપર મરચું વીઘે ઉતર્યું છે જેનો માર્કેટ ભાવ પણ 2500થી માંડીને 2700 આસપાસ મળ્યો છે આ મરચીમાં એક તો ડાઘીનું પ્રમાણ નથી. મરચી છેક સુધી લાંબી, વધુ બી હોવાને કારણે વજન પણ પૂરો નીકળે છે અને છોડ છેટ સુધી ફુટ અને ફાલ મા વધારો કરતો રહે છે.