પાક વીમો, ધિરાણ અને ખેતી ખર્ચનું કરો આયોજન

ખેતી એક જોખમભર્યો વ્યવસાય ગણવામા આવે છે. ખેતીમાં રહેલુ જોખમ પાક વીમા દ્વારા મહદઅંશે ઓછું કરી શકાય છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ અને આગ જેવા બનાવોમા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય ત્યારે પાક વીમા દ્વારા આ નુકશાની સામે રક્ષણ લાવી શકીએ. ઉપરાંત, પાક ધિરાણનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો, ખેતી ખર્ચમા ઘટાડો થાય છે. જેમકે, પાક ધિરાણના રૂપિયાથી પાક ઉત્પાદક સામગ્રી જેમ કે, ખાતર, બિયારણ અને જંતુનાશકોનો રોકડેથી ખરીદવા આગ્રહ રાખવો. કેમકે, મોટા ભાગે એગ્રો વેપારી દ્વારા બાકી અને રોકડાના અલગ અલગ ભાવ હોય છે. આ રીતે પાક ધિરાણના નાણાંનું યોગ્ય વ્યવસ્થાપન થાય તો, ખેતી ખર્ચ અંદાજે ૧૦ ટકા સુધી ઘટાડી શકાય. ઉપરાંત, ખેડૂતભાઈઓ એ ખેતીના ખર્ચ અને ખેતી સંબધિત ખર્ચની નોંધ અવશ્ય રાખવી. ખર્ચના વિશ્લેષણથી ખેતીમા થતાં બિનજરૂરી ખર્ચા ઓછા કરી શકીએ.

Share this post: