
સૂર્ય વિકિરણ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટીએ પહોંચે છે. આ કિરણો હવા અને પૃથ્વીની સપાટી દ્વારા શોષણ થતાં તાપમાન વધે છે. પરંતુ રાત્રીના સમયે સૂર્યની ગેરહાજરીમાં જમીન, પાણી, વનસ્પતિ વગેરે ગરમી વિકિરણના સ્વરૂપે હવામાં ફેંકે છે. તેને કારણે હવાનું તાપમાન એકદમ ઘટતું નથી. પૃથ્વી ઉપર દરેક પદાર્થની અનુભવાતી ગરમીના માપ કે પ્રમાણને તાપમાન કહેવામાં આવે છે.
• પાક અને જાતની પસંદગી અને વાવણીનો સમય નક્કી કરવા માટે જરૂરી છે.
• છોડમાં થતી દરેક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.
• છોડમાં ઉત્સેચકોની સ્થિરતાને તાપમાન અસર કરે છે.
• મોટા ભાગના ખેતી પાકો માટે તાપમાનની જરૂરિયાત ૧૦ થી ૪૦ ડિગ્રી સે. સુધીની હિતાવહ છે.
શિયાળુ પાક : ૨૫ થી ૩૦ ડિગ્રી સે. ઉનાળુ પાક : ૩૧ થી ૩૭ ડિગ્રી સે.
• તાપમાન વધવા સાથે પ્રકાશ સંશ્લેષણ અને ઉત્સવેદનની ક્રિયાને વેગ આપે છે.
• તાપમાનની વધ ઘટ ફળોના પાકવાની ક્રિયાને પણ અસરકર્તા છે.
• ઊંચું તાપમાન છોડમાં થતી ઉત્સવેદન/શ્વસન ક્રિયાને વેગ મળે છે.
• નીચું તાપમાન ઝડપી વૃદ્ધિ પામતા પાકોને તરત અસર કરે છે.
• તાપમાનનો દૈનિક ગાળો પાકની વૃદ્ધિ અને વિકાસને પણ અસર કરે છે.
• તાપમાન પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવને પણ અસર કરે છે.



