
સરગવો પશુચારા :
સદીઓથી મનુષ્યો દ્વારા મોરિંગાનો એક બહુઉપયોગી વૃક્ષ તરીકે ખોરાક અને ઔષધિ માટે ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં પ્રોટીન, ખનીજ અને વિટામિન્સની વિપુલ માત્રા હોવાને કારણે તેને ‘મિરેકલ ટ્રી’ તરીકે પણ ઓળખાય છે. તે મોરિગેસી પરિવારનું એક સદસ્ય છે, જે મોરિંગા વંશના અન્ય ૧૪ પ્રજાતિઓમાંથી એક છે. જેમાં મોરિંગા ઓલિફેરા અને મોરિંગા સ્ટેનોપટેલા સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓ છે.
મોરિંગનો પણ અન્ય બહુવર્ષિય ચારાની જેમ પશુઓ માટે લીલાચારા સ્વરૂપે ઉપયોગ થઈ શકે છે. તે એક ઝડપી વિકાસ પામતા અને ઊંડા મૂળ ધરાવતો ખૂબ જ ઓછા પાણીમાં થતું વૃક્ષ છે. લીલાચારા તરીકે તેના કોમળ પાંદડા અને ડાળીઓ કે જે ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સારી સુવાસ ધરાવતી હોય છે. મહત્તમ માત્રામાં જૈવિક ભાર ઉત્પાદન કરવાની ક્ષમતા હોઈ પશુઓ માટે વર્ષભર વૈકલ્પિક લીલાચારાના સ્ત્રોત સ્વરૂપે ઉપયોગી છે. ટેનીન જેવા અન્ય નિમ્નસ્તરના ઘટકની માત્રા પણ ખૂબ જ ઓછી જાેવા મળે છે. તેને જ પરિણામે મનુષ્યના ખાદ્ય પદાર્થની સાથે સાથે પશુઓ માટે પણ લીલાચારા તરીકે મોરિંગાનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.



