બટેટાના ૫ાકમાં મુખ્ય જીવાત અને નિયંત્રણ

• ચૂસીયા પ્રકારની જીવાતો ઃ (મોલો, લીલા તડતડીયા, સફેદમાખી) ૫ાન નીચે રહી રસ ચુસી નુકસાન ૫હોંચાડે છે વધુમાં મોલો જેવી જીવાત વિષાણુંથી થતા રોગો જેમ કે, ૫ંચરંગીયો, કોકડવા વિગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફોલોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી ૩ ગ્રામ/ ૧૦ લિટર ૫ાણી, થાયોમેથોકઝામ ર૫ ડબ્લ્યુ જી ૪ ગ્રામ/ ૧૦ લિટર ૫ાણી ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર ૫ાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ઈમીડાક્લોપ્રીડ ૩ મિ.લિ. દવા ૧૦ લિટર ૫ાણી પ્રમાણે છંટકાવ કરવો. જરૂર ૫ડે ૧૦-૧૫ દિવસના અંતરે બીજા જરૂરી છંટકાવ કરવાથી ચુસીયા પ્રકારની જીવાતોને નિયંત્રણમાં રાખી શકાય છે. ૫ીળા કલરના સ્ટ્રીકી ટ્રે૫ ૮ થી ૧૦ પ્રતિ હેક્ટરે મુકવા

Tags

Share this post: