
હિતેષભાઈ મારકણા મુ. ઈશ્વરીયા, તા: જસદણ. જી.રાજકોટ મો. ૮૭૮૦૦ ૧૯૪૧૧ હુ છેલ્લા ઘણા વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. ગયા વર્ષે મે એક કંપનીની સુકેતુ મીવા લાંબી મરચી જે સુકવણીમા વપરાય તેનુ ૨૦ વીઘાનુ વાવેતર કરેલુ. મે સુકવણીની જગ્યાએ લીલા જ તોડીને જ માર્કેટમા વેચાણ કરતો હતો અને લગભગ ૩૫ લાખ રુપીયાના લીલા મરચા વેચેલા. હુ મરચા મોટા ભાગે રાજકોટ યાર્ડ માજ લઈને વેચાણમા જતો અને એવરેજ મને ૧૫ થી ૨૫ રુપીયા સુધીના બજાર મળતા.



