ખેતરની વાત : વરસાદ કેવા આવશે ? કેટલો વહેલો કે મોડો આવશે તે પણ આપણને ક્યાં ખબર છે.?

કપાસનો હજુ આપણી પાસે કોઈ વિકલ્પ નથી. આપણે બધી જમીનમાં મગફળી વાવેતર કરીયે તો આપણને બીજ ખર્ચ ઊંચું આવે અને પાયાના ખાતરોનો ખર્ચ કરીને મગફળી કરવાની હોય છે તે વાત પણ ધ્યાનમાં લેવી પડે. કપાસમાં કોરામાં મૂકીને આયોજન કરી શકાય અને પછી વરસાદની રૂખ જોઈને ખાતર-પાણી આપીને કપાસને દોડતો કરી શકાય. આમેય વરસાદ કેવા આવશે ? કેટલો વહેલો કે મોડો આવશે તે પણ આપણને ક્યાં ખબર છે.? તાપમાન વધી રહ્યું છે ત્યારે બીજા પાકોને તાપમાનની અસર વધારે છે ત્યારે કપાસ તાપમાનને સહનશીલ પાક છે . કપાસ સિવાય બીજો કયો પાક કરવો ? છે કોઈ વિકલ્પ તમારી પાસે ?

Tags

Share this post: