ટ્રાઈકોગ્રામા ઈંડાની પરજીવી ભમરી ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ટ્રાઈકોગ્રામા એ ઈંડાની પરજીવી ભમરી છે. તે ખાસ કરીને રોમપક્ષ (ફૂદા અને પતંગિયા) શ્રેણીના ઈંડાનું પરજીવીકરણ કરે છે. આપણા દેશમાં ટ્રાઈકોગ્રામા ભમરીની લગભગ વિસેક જેટલી જાતિઓની ઓળખ થવા પામેલ છે. જે તે પાક માટે તે ખાસ જાતિ વધુ અસરકારક રીતે કામ આવે છે. દા.ત. ટ્રાઈકોગ્રામા એ દિવેલાની ઘોડીયા ઈયળના ઈંડાનું સારી રીતે પરજીવીકરણ કરી શકે છે. જે જીવાતોના ઈંડાના સમૂહ માદા કીટકના ઉદરપ્રદેશના છેડાના ભાગે આવેલા વાળથી ઢકાયેલા હોય તેવા કિસ્સામાં ટ્રાઈકોગ્રામા ભમરીની ખાસ અસરકારકતા જોવા મળતી નથી. ચણા, તમાકુ અને તુવેરના પાકમાં આ ભમરી કામ આપતી નથી. વધુ પડતો સૂર્યનો તાપ (ગરમી), વરસાદ અને પવનવાળા દિવસોમાં ટ્રાઈકોગ્રામા ભમરી ખેતરમાં છોડવી હિતાવહ નથી.