મિત્ર ફૂગ આધારિત જૈવિક કીટનાશકોની અસરકારકતા માટે કેવું વાતાવરણ જોઈએ તે સમજીને જૈવિક નિયંત્રકો વાપરવા જોઈએ . વાતાવરણમાં ૧૫° થી રપ° સે. તાપમાન અને ૮૫ થી ૯૦% સાપેક્ષ ભેજ હોવો જરૂરી છે. બિજાણુની વૃદ્ધિ માટે સતત ૧૦-૧ર કલાક ભેજનું પ્રમાણ હોવું જરૂરી છે, આ પ્રમાણે સાનુકૂળ વાતાવરણ ન હોય તો ફૂગનો જોઈએ તેવો વિકાસ થતો નથી. પરિણામ જૈવિક ફૂગ દ્વારા અસરકારક રીતે જીવાતોનું નિયંત્રણ થતુ નથી.બ્યૂવેરીયા બેસીયાના, લેકાનીસીલીયમ લેકાની, મેટારીઝીયમ એનીસોપ્લી અને નોમુરીયા રીલે પણ આપણી મદદ કરે છે તે જીવાતોમાં રોગ પેદા કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. પરંતુ ક્યારે છંટકાવ કરવો તે યાદ રાખી લેજો .



