ઘઉં માટે ખાતર

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણીયું ખાતર નાખવું.
ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હૈ. ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોરફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી બાદ ૧૮-૨૧ દિવસે એટલે કે મુકુટ મૂળ અવસ્થાએ (પ્રથમ પિયતે) આપવો.
પિયત કાઠીયા(ડયુરમ) ઘઉની વાવણી માટે પ્રતિ હેકટરે ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે મુકુટ મૂળ અવસ્થાએ ન આપતાં પ્રથમ ગાંઠ અવસ્થાએ એટલે કે (બીજા પિયતે) ૩૫ દિવસે આપવો.
મોડી વાવણીમાં ૮૦ કિગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિગ્રા. ફોરફરસ આપવો. જે પૈકી ૪૦ કિગ્રા. ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે જ્યારે ૪૦ કિગ્રા. નાઈટ્રોજન ૧૮-ર૧ દિવસે મુકુટ મૂળ અવસ્થાએ અને ૪૦ કિગ્રા. નાઈટ્રોજન ૩૫ દિવસે પ્રથમ ગાંઠ અવસ્થાએ આપવો.
રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ માટે ઘઉં વાવતા પહેલાં બિયારણને જૈવિક ખાતર જેવા કે એઝેટોબેકટર અને પી.એસ. બી. કલ્ચર (દરેકના ૩૦ ગ્રામ પ્રતિ કિગ્રા. બિયારણ અથવા પ્રવાહીકલ્ચર માટે ૫ મિલિ/કિલો બીજ) નો પટ આપવાથી નાઈટ્રોજનનો રપ ટકા અને ફોસ્ફરસનો ૫૦ ટકા બચાવ કરી શકાય.
જમીન ચકાસણી રીપોર્ટ આધારે જે જમીનમાં ઝીંક અને લોહ તત્ત્વની ઊણપ હોય તેવી જમીનમાં દર વર્ષે ૮ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ અને ૧૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ વાવણી પહેલાં ૩૦ કિગ્રા. સારા છાણીયા કહોવાયેલા ખાતર સાથે મિશ્ર કરી આપવું.
વાવણી પહેલાં જમીનમાં ઝીંક અને ફેરસ સલ્ફેટ આપી શકાયું ન હોય તો બજારમાં ઉપલબ્ધ સરકાર માન્ય માઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-૪ નું ૧% નું દ્રાવણ ઘઉંના ઉભા પાકમાં વાવણીના ૩૦, ૪૦ અને ૫૦ દિવસે છાંટવાથી પાકની વૃદ્ધિ સારી તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે.

Tags

Share this post: