ધાણા અને મેથીમાં ખાતર

ધાણા અને મેથીના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયારી કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. ધાણાના પાકને વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૦ કિલો નાઈટ્રોજન અને ૧૦ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવો અને પૂર્તિ ખાતર તરીકે ૧૦ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવો. ઘાણાના પાકમાં જમીન ચકાસણીના અહેવાલ મુજબ જો પોટાશની ઉણપ જણાય તો ૨૦ કિલો પોટાશ પ્રતિ હેકટરે આપવું. મેથીના પાકને વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૨૦ કિલો નાઈટ્રોજન અને ૨૦ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ ખાતર તરીકે ૨૦ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવું.

Tags

Share this post: